
મિત્રો ગુજરાતમાં અને સમગ્ર દેશમાં મોટાભાગના મધ્યમ અને ગરીબ વસ્તી ધરાવતા લોકો ગામડાઓમાં વસતા હોય છે જેમને સવાર અને સાંજ રાંધણ કરવા માટે લાકડાઓની જરૂર પડે છે અને આ લાકડું મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે જેના કારણે રસોઈ બનાવતી વખતે ધુમાડો ઘણો ફેલાય છે જેના કારણે મહિલાઓને તેમના ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લેવાની ફરજ પડે છે
ત્યારે મિત્રો આ લાકડાના લીધે જે ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ એ ઘણું બધું નુકસાન કરતો હોવાથી આનાથી છુટકારો મેળવવા માટે સરકારી મફત એલપીજી ગેસ કનેક્શન અને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરી હતી ત્યારે મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના શું છે
આપડા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ બન્યા બાદ ગરીબોને મફત ગેસ કનેક્શન આપવા માટે 01 મે 2016ના રોજ પીએમ ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. ઘણા વર્ષો સુધી તેને ચલાવ્યા બાદ તેમાં સુધારા પણ કરવામાં આવ્યા. સુધારા પછી, તે ઉજ્જવલા યોજના 2.0 તરીકે ઓળખાય છે.
પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના પીએમ મોદીએ તેની શરૂઆત ખુદ 10 ઓગસ્ટ 2021ના રોજ યુપીના મહોબાથી કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ સ્ટવ, ગેસ રેગ્યુલેટર, પાઇપ અને પ્રથમ ગેસ સિલિન્ડર રિફિલ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
હાલમાં મિત્ર સમગ્ર દેશમાં જ્યારે વિકાસના કાર્યો થતા હોય છે ત્યારે મિત્રો ઘણા બધા શહેરો અને મોટી સીટીઓમાં લોકો ગેસનો ઉપયોગ કરતા હોય છે પરંતુ મિત્રો હજુ ઘણા પણ એવા ગુજરાત અને સમગ્ર ભારતના ગામડાઓ છે કે જ્યાં આગળ લોકો હજુ પણ બળતણ તરીકે લાકડાવા આવવા માટે મજબૂર છે ત્યારે મિત્રો આ લોકો પણ આજે મફત ગેસ સિલિન્ડર એટલે કે પીએમ યુઝ્વલા યોજનાનો લાભ લે તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાને વિનામૂલ્યે અને પ્રથમવાર મફત રિફીલ કરી આપવાની યોજના અમલમાં મૂકી છે
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે કેટલાક પાત્રતા માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારે આ પાત્રતા માપદંડોને અનુરૂપ હોવા પડશે જે નીચે મુજબ છે.
- અરજદાર મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- અરજી કરનાર મહિલા માટે બેંક ખાતું હોવું ફરજિયાત છે.
- માત્ર મહિલાઓ જ ગેસ કનેક્શન માટે અરજી કરવા પાત્ર છે.
- જે મહિલાઓ પાસે પહેલાથી જ LPG કનેક્શન છે તેમને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં.
- AC, ST અથવા મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBC) સમુદાયના BPL પરિવારની સ્ત્રી અથવા સંબંધ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીના SC/ST/MBC લાભાર્થીઓ.
- અંત્યોદય અન્ન યોજના (AAY) ના મહિલા લાભાર્થીઓ.
- ચા અને ભૂતપૂર્વ ચાના વાવેતરની આદિવાસીઓની મહિલાઓ.
આ યોજના નો લાભ લેવા માટે નીચે મુજબના ડોકુમેન્ટનો ઉપયોગ થાય છે .
જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ
રેશન કાર્ડ
બીપીએલ કાર્ડ
ઉંમર પ્રમાણપત્ર
બેંક ખાતાની પાસબુક
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
જો કે, હવે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓળખ કાર્ડ કે રેશનકાર્ડ આપવાની જરૂર નથી. લાભાર્થીઓએ સરનામાના પુરાવા તરીકે સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરવાનું રહેશે.