Storage Unit Form 2024,ખેડૂતોને પાક સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે રૂપિયા 2 લાખ ની સહાય -gujratrojbaroj

યોજનાઓ

મિત્રો આપણો દેશએ ખેતી પ્રધાન દેશ છે અને આપદા દેશમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ ખેતી કરે છે ,અને આ ખેડૂતો માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળી રહે ત્યારે મિત્રો આજે આપડે તમને એક એવી જ યોજના વિષે માહિતી આપીશું.

ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભારતના ખેડૂતોની આવક બમણી કરવા માટે નો લક્ષ્યાંક 2022 સુધી રાખવામાં આવ્યો હતો . અને તેના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (rkvy )વિવિધ યોજના અમલમાં મુકાઇ છે ,જેમાં ખેડૂતોને પોતાના પાકનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા માટે અમલમાં મૂકવામાં આવેલી યોજનામાં સરકાર શ્રી દ્વારા જે પણ ખર્ચ થાય છે તેનો 50 ટકા અથવા તો રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે .

  • ગોડાઉનમાં સહાય કોને મળવા પાત્ર છે .
  • જે ખેડૂત ભાઈના નામે જમીન હશે તે તમામ ખેડૂતોને આ યોજના નો લાભ મળશે

ગોડાઉન સહાયમાં શું શું લાભ મળશે ?

RKVY યોજનામાં ખેડૂતો ભર એકજ વાર લાભ મળશે.

તમામ ખેડુતોને ખર્ચના 50% અથવા રૂ.2,00,000/- યુનિટ (લંબાઈ 9 મી × પહોળાઈ 6 મી × ઊંચાઈ 12 ફીટ.

ગોડાઉન સ્ટોરેજ યુનિટ સહાય યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોકયુમેંટ –1

અરજદાર નું પોતાનું આધારકાર્ડ

જમીનનો દસ્તાવેજ એટેલેકે 7/12 નો ઉતારો

અરજી કરેલ હોય તે અરજીનીં નકલ

બેન્ક પાસ ની નકલ અથવા તો કેન્સલ ચેક બને માંથી કોઈ ભી એક

જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે) જો લાગુ પડતો હોય તો

પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે અરજી કયા કરવાની રહેશે ?

આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજીકના કોઈ પણ ઓનલાઇન csc સેન્ટરે જઈને તેની oficial વેબસાઇટ i-ખેડૂત પોર્ટેલ પર જઈને તમે તેની ઓનલાઇન અરજી કરવાની રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *