ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે આવ્યા ખુશ ખબર,આ તારીખથી લેવાઈ શકે છે પરીક્ષા ?

સમાચાર

ગુજરાત રાજ્યની અંદર પોલીસ ભરતી ની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એટલે કે મિત્રો વાત જાણે એમ છે કે ઘણા સમયથી પોલીસ ભરતી ની શારીરિક કસોટી ની તૈયારી કરતા યુવાનો માટે શારીરિક કસોટીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે કારણકે મિત્રો વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે પોલીસ ભરતી ની શારીરિક કસોટીની તારીખની રાહ જોઈને બેઠેલા યુવાનો જ્યારે રાત દિન એક કરીને જ્યારે મહેનત કરી રહ્યા છે, ત્યારે મિત્રો આ મામલે મોટી અપડેટ સામે આવી છે મિત્રો ત્યારે વાત કરવામાં આવે તો વિગતો મુજબ આઠ જાન્યુઆરીથી સારીરિક કસોટીની શરૂઆત થઈ શકે છે. આ માટે મિત્રો યુવાનોને અંદાજિત બે મહિના સુધી શારીરિક કસોટી ની તારીખો ચાલશે. અને આ તારીખો દરમિયાન શારીરિક કસોટી આપવાની રહેશે જેના માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જિલ્લાઓમાં ભરતી પરીક્ષા યોજવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ મેદાનો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે

ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો મિત્રો નોંધનીએ છીએ કે ગુજરાત રાજ્યમાં લોકરક્ષક અને PSI ખાલી રહેલી જગ્યાઓ માટે જ્યારે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલી હતી ત્યારે આ અરજીપત્રક ભરવા વાળા ઉમેદવારોને હવે પીએસઆઇ અને લોકરક્ષક માટે શારીરિક કસોટી આપવાની રહેશે જે મિત્રો ટૂંક સમયમાં યોજાઇ શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ભરતીની લઈને જે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમાં જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે તો ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રાઉન્ડની વિગતો જ્યારે માહિતી ફરતી થઈ હતી જેના થકી જે તે જિલ્લાઓના ઉમેદવારો ગ્રાઉન્ડમાં તૈયારી કરી શકે તે પણ મિત્રો હાલમાં જણાવવામાં આવ્યું છે .

તો મિત્રો મળતી માહિતી મુજબ આ ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો અમદાવાદ, શહેરની અંદર વડોદરા શહેર, રાજકોટ શહેર ,પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ વિદ્યાલય જુનાગઢ ,સાબરકાંઠા, મહેસાણા ગાંધીનગર, ભરૂચ ,જામનગર, સીઆરપીએફ ગ્રાઉન્ડ અમદાવાદ, સીઆરપીએફ ગ્રાઉન્ડ, ગોધરા સીઆરપીએફ ગ્રાઉન્ડ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડ ના નોડલ અધિકારી અને તેમની વિગતો પણ હાલમાં માગવામાં આવી છે તેવા અપડેટ મળી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *