રાજ્યમાં આગામી 4 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે .

સમાચાર

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો હજુ પણ આગામી કેટલાક દિવસ એટેલે કે 4 દિવસ સુધી અતિભારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. ત્યારે હાલમાં વધી રહેલી ઠંડીનું કારણ ઠંડા પવનો સાથે સહિત લહેર પણ છે. જેના કારણે આકસ્મિત ઠંડીનો વધારો જોવા મળી રહ્યો છે અને લોકોને આખરી ઠંડી લાગી રહી છે ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં અને કાતિલ ઠંડી યથાવત રહેશે જે લોકોને ઠંડી લાગશે.

ત્યારે હાલમાં ગુજરાતમાં વધી રહેલું ઠંડીનું જોર જે છેલ્લા કેટલાક દિવસથી વધુ છે તે આગામી ચાર દિવસ સુધી પણ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તો ગઈકાલે જ્યારે વાસી ઉતરાયણ ના તહેવાર દરમિયાન પણ લોકો ઠંડીથી તૂટવાયા હતા અને પૂરેપૂરી તકેદારી રાખી હતી ત્યારે ખુલ્લી જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરતી વખતે ગરમ કપડા પહેરી અને ગરમ પીણા પીને ઉતરાયણ ની મજા માણતા લોકો જોવા મળ્યા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા ના જણાવ્યા અનુસાર આગામી દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના હાલમાં કોઈ છે નહીં જેના કારણે ઠંડીનું પ્રમાણ હજી પણ આગામી ચાર દિવસ માટે યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *